Swasthy Samriddhi Jadibutti Vigyan Sathe – Bhag 1 thi 4
MRP :
(Inclusive of all taxes)
Age : 12 Years+
ઔષધીય વનસ્પતિઓનો સ્વાસ્થ્ય માટે ઉત્તમ ઉપયોગ કરવા માટે આ વનસ્પતિઓના ગુણદોષની સંપૂર્ણ માહિતી હોવી અનિવાર્ય છે. સ્વાસ્થ્ય સમૃદ્ધિના ભાગ ૧ થી ૪ના આ ગ્રંથોમાં ઔષધ દ્રવ્યના લેટિન તથા અંગ્રેજી ભાષાના સમાનાર્થી નામની સાથે તેના વિવિધ મુખ્ય ભારતીય ભાષાના નામ અને તેના વિશે નીચે મુજબની અન્ય માહિતી આપવામાં આવેલ છે. ભારતભરનાં તથા વિદેશોના જંગલો, ડુંગરો અને ખીણોને ખૂંદી વળીને, સંતો પાસેથી જાણકારી મેળવીને, આદિવાસીઓના સંપર્કથી અને દિવ્ય વનસ્પતિઓને પ્રત્યક્ષ ઓળખીને, તેની વિશેષ માહિતી મેળવી, તેની ફોટોગ્રાફી કરીને આ ચમત્કારિક વનસ્પતિઓની માહિતી એકઠી કરવામાં આવેલ છે. આમ, ઘણી મહેનતને અંતે તૈયાર કરવામાં આવેલ આ ચારેય ગ્રંથો અત્યંત આકર્ષક ચિત્રો અને આયુર્વેદની અત્યંત મૂલ્યવાન માહિતી સાથે તૈયાર કરવામાં આવેલ છે. આ ગ્રંથોમાં આયુર્વેદિક ઔષધીઓ, તેનું મહત્વ અને ઉપચાર સાથેની સંપૂર્ણ માહિતી એક સાથે જ મળી રહે છે. આમ, આ ગ્રંથો આયુર્વેદના પ્રચાર પ્રસાર અર્થે ઘણા જ ઉપયોગી થઈ રહેશે. આ ગ્રંથો વન અને પર્યાવરણ વિભાગમાં કાર્યરત દરેક કર્મચારીઓ, અધિકારીઓ, વન સંરક્ષક એક્ઝીક્યુટીવ્સ તેમ જ તેના વિશે જાણકારી મેળવવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓ માટે તથા રાજ્યની તમામ હોસ્પિટલો, આરોગ્યકેન્દ્રો, ઔષધિય બોર્ડ, પ્રાથમિક આરોગ્યકેન્દ્રો, દવાખાના અને અન્ય સ્વાસ્થ્ય સંસ્થાનો માટે એક ઘરેણું બની રહેશે.